જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે તા.૨૯ માર્ચના રોજ તાલુકા કક્ષાનો સેવાતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિત રહેશે. સેવાસેતુ, મેડિકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને વિકાસના વિવિધ કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ યોજાશે. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટેતાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ તથા ૯ જેટલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ, એસબીઆઈ અને સીએસઆરના ફંડમાંથી એલીમ્કો કંપની દ્વારા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ મેંદરડાના પટેલ સમાજ, પાદર ચોક ખાતે સવારે ૯ કલાક થી આરંભ થશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના ડો. મનસુખ માંડવીયા, અતિથિ વિશેષ તરીકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, તાલુકા પંચાયત મેંદરડાના પ્રમુખશ્રી જયકિશનભાઇ માકડીયા ઉપસ્થિત રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ