ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો ‘સેવાભાવ જ સંગઠનની શક્તિ’ના મંત્ર સાથે વિવિધ કાર્યક્રમો સંપન્ન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો ‘સેવાભાવ જ સંગઠનની શક્તિ’ના મંત્ર સાથે વિવિધ કાર્યક્રમો સંપન્ન

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ભાજપ મંડળ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.જન્મ દિવસની ઉજવણી અંતર્ગત માલાવાવ પ્રાથમિક શાળા, ભિલોડા તાલુકા પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને બિસ્કિટનું વિતરણ કર્યું હતું.નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કર્યું હતું.સેવાકીય કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, મહિલા અગ્રણીઓ, માલાવાવ પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર, ભારતીય જનતા પાર્ટી, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.સર્વેના સહયોગ અને ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!