GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની હોસ્પીટલમાં PMJAY-મા યોજના અંતર્ગત યોજનાકીય માહિતી આપતુ કિઓસ્ક ન હોવાથી શૉ કોઝ નોટિસ ફટકારી.

તારીખ ૦૭/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં ગાંધીનગર ની ટીમ દ્વારા આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં ખાનગી હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી કાલોલ લાલ દરવાજા પાસે આવેલી મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ નામની ખાનગી હોસ્પિટલ કાલોલ પંચમહાલ ને કારણદર્શક નોટિસ આપવામાં આવી આ હોસ્પિટમાં લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતુ. ગુજરાતમાં કુલ ચાર હૉસ્પિટલ ને નોટિસ આપવામાં આવી હતી જે પૈકી પંચમહાલ ની બે હોસ્પિટલ છે જેમા ગોધરાની હોસ્પીટલ ને સસ્પેન્ડ કરવામાં આવી છે.અને તેમાં કાલોલ ની મા ચિલ્ડ્રન હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હોવાની જાણકારી આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવી છે.






