BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે “સ્માર્ટ વર્ગ શુભારંભ તથા અભિવાદન સમારોહ” યોજાયો

18 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે કાર્યરત આદર્શ વિદ્યાલય (પ્રાથમિક વિભાગ) માટે ઓ.એન.જી.સી. ના સી.એસ.આર. ફંડમાંથી રૂપિયા 14,49,630/- માતબર રકમના ડિજિટલ સ્માર્ટ બોર્ડ અર્પણ કરવામાં આવેલ. જેના અનુસંધાને તા-17-8-2026 ના રોજ *”સ્માર્ટ વર્ગ શુભારંભ તથા અભિવાદન સમારોહ”* યોજાયો. આ પ્રસંગે શુભારંભના મુખ્ય અતિથિ શ્રી સુનિલકુમાર (એક્ઝિક્યુટિવ ડાયરેકટર-એસસેટ મેનેજર, ઓ.એન.જી.સી., મહેસાણા એસસેટ), સબસરફેસ મેનેજર દશોરે સાહેબ, હેડ એચ.આર.મેનેજર રાવ સાહેબ, એસસેટ સપોર્ટ મેનેજર યુ.કે.સિંહા, એરીયા મેનેજર સેલેન્દ્ર યાદવ, નિવૃત ચીફ ઈજનેર પી.જી.ચૌધરી તથા દાતાશ્રી શંકરભાઈ ચૌધરી અને ઓ.એન.જી.સી.ના અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૌ પ્રથમ મુખ્ય અતિથિ શ્રી સુનિલકુમારના કરકમલો વડે રીબીન કાપી સ્માર્ટ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાર્થના હોલમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. જ્યાં મહેમાનશ્રીઓના વરદ્દ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. શાળાની બાલિકાઓ દ્રારા સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરી એ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. તથા સંસ્થાના વિકાસની ઝાંખી વર્ણવી હતી. ત્યારબાદ કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી અને મંત્રીશ્રી ડૉ. વી.વી.ચૌધરી દ્રારા શ્રી સુનિલકુમારને સમાજના પ્રતીકરૂપે પાઘડી પહેરાવી બુકે, સાલ અને મોમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય મહાનુભાવોનું સંસ્થાના હોદ્દેદારશ્રીઓ દ્રારા બુકે, સાલ અને મોમેન્ટથી સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ ચૌધરી દ્રારા આભાર પત્રનું વાંચન કરી ઓ.એન.જી.સી. ના સી.એસ.આર. ફંડમાંથી રૂપિયા 14,49,630/- રકમના સ્માર્ટ બોર્ડ સંસ્થાને અર્પણ કરવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ શ્રી સુનિલકુમારને આભાર પત્ર અર્પણ કરી અભિવાદન કર્યું હતું.પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય અતિથિ શ્રી સુનિલકુમારે સંસ્થાની શૈક્ષણિક સિદ્ધઓ, સહઅભ્યાસિક પ્રવૃતિઓ તથા રમત-ગમત ક્ષેત્રે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓથી અભિભૂત થઈ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરી ભારત દેશના વિકાસમાં સહભાગી બનવા પ્રેરણા આપી હતી. તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓને ઉર્જાવાન બનાવ્યા હતા. આભારવિધિ શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ કરી હતી. આમ કેળવણી મંડળના માર્ગદર્શન અને પ્રેરણા થકી સમગ્ર આદર્શ શૈક્ષણિક સંકુલના સ્ટફમિત્રો દ્વારા કાર્યક્રમનું સુચારું આયોજન થયું હતું.

Back to top button
error: Content is protected !!