મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વધુ એક કૌભાંડ ઉજાગર થયું

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વધુ એક કૌભાંડ ઉજાગર થયું …
કડાણા તાલુકાના ભાંગલિયા ગામની ઘટના સામે આવી..




પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ભાગલીયા ગામે રહેતા માલીવાડ મોતીભાઈ અરજણભાઈ ના ત્યાં પટાવાળા દ્વારા સરદાર આવાસ યોજના હેઠળ તમારા ખાતામાં અંકે ₹20,000 પુરા લાભની રકમનું વધુ ચુકવણું થઈ ગયું છે તે ની વસુલાત કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી તે નોટિસમાં પટાવાળા ભાઈ સહી લઈને ગયા..
ત્યારબાદ માલીવાડ મોતીભાઈ અર્જન ભાઈએ નોટિસ વાંચ્યા પછી તેમને ખબર પડી કે ખરેખર આતો 2014 15માં સરદાર આવાસ યોજના હેઠળ સરદાર આવાસ યોજના હેઠળ સહાય મંજૂર થઈ હતી પરંતુ તે સરદાર આવાસ માલીવાડ મોતીભાઈ અરજણભાઈ મુકામ. ભાગલીયા તાલુકો. કડાણા. જિલ્લો. મહીસાગર ના નામે ફળવાયુ જ નથી!!??
તો તેમને નાણાં ચૂકવવા માટેની નોટિસ કેમ પાઠવવામાં આવી!!??
નોટિસમાં જણાવેલ બેંક ખાતુ બરોડા બેંકનું તેનો એકાઉન્ટ નંબર અને માલીવાડ મોતીભાઈ અર્જનભાઈ નું બેન્ક એકાઉન્ટ નંબર આખો અલગ જ જાણી આવે છે ત્યારે પ્રશ્ન થાય છે કે સરકારી તંત્રમાં ગેરરેદી કેટલા મોટા પાયે વધી ગઈ છે.!!??
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કડાણા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયત કચેરી કડાણા ને નોટીસ- નં – 3 થી
તા. પં./આવાસ/વશી/૭૦ થી ૧૪૩ તા.૦૧/૦૮/૨૦૨૬
નોટિસ આપવામાં આવી કે સરદાર આવા સ યોજના હેઠળ આવા સહાય મંજૂર કરવામાં આવેલ હતી જેમાં સંદર્ભ તળેથી થયેલ ઓડિટમાં ધ્યાને આવ્યા મુજબ તમોને લાભાર્થી તરીકે તમારા બેંક ખાતા નંબર.૧૬૫૭૦૧૦૦૦૧૩૪૬૩ બીઓબી મનપુર શાખામાં રકમ રૂપિયા 20,000 અંકે ₹20,000 પુરા નું તમોને મળવા પાત્ર લાભની રકમ કરતા વધુ રકમનું ચુકવણું થયાનું જણાય છે.
ઉપરોક્ત બાબતોએ સરકારશ્રીના નાણાંની સહાય તમોને મળવાપાત્ર રકમ કરતાં વધુ ચૂકવાયેલ હોય જેની પરત સરકારશ્રીના આવાસ યોજનાના પાકા સદરે 0216 માં જમા કરાવવાના થતા હોય વસુલાત ની રકમ દિન -૭ માં ચલણથી જમા કરી ચલણની નકલ અત્રે રજૂ કરવા જણાવવામાં આવે છે જો તેમ કરવામાં ચૂક કરશો તો તમારી સામે સરકારશ્રીની જોગવાઈઓ મુજબ રેવન્યુ રહે વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેશો.
આવી કડક નોટિસ મળતા અરજદાર માલીવાડ મોતીભાઈ અરજણભાઈ જણાવ્યું કે, તાલુકા પંચાયત કડાણા તરફથી સરદાર આવા સહાય અંગેની નોટિસ આપવામાં આવી તેમાં જણાવ્યા મુજબ 2014 15માં મારા નામે સરદાર આવાસ યોજના હેઠળ લાભ મંજૂર કરવામાં આવ્યો હોવાનું દર્શાવ્યું છે તે હકીકત તદ્દન ખોટી છે આ યોજનાનો કોઈપણ લાભ મને મળેલ નથી વધુમાં નોટિસમાં દર્શાવેલ બેંક ખાતુ પણ મારું નથી અને મારા નામે આવો કોઈ લાભ મારા દ્વારા મેળવવામાં આવેલ નથી.
વધુમાં તેમને જણાવ્યું કે મારા નામનો ખોટી રીતે ઉપયોગ કરીને સરકારી રેકોર્ડમાં લાભ દર્શાવવામાં આવ્યો હોવાની મને ગંભીર શંકા છે આ સમગ્ર બાબતે ઘેરથી કે ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવે તેવી વિનંતી કરતો પત્ર માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત મહીસાગરને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે.
પત્રમાં માલીવાડ મોતીભાઈ અરજણભાઈએ જણાવ્યું કે
1.મારા નામે સરદાર આવાસ યોજનામાં લાભ કોણે મંજૂર કર્યો તેની તપાસ કરવામાં આવે.
2. દર્શાવેલ બેંક ખાતુ કોના નામે છે અને તેમાં રકમ કોને ચૂકવવામાં આવી છે તેની તપાસ કરવામાં આવે.
3. લાભ મંજૂરીના તમામ રેકોર્ડ અરજી મંજૂરી હુકમ તથા ચુકવણીના પુરાવાની તપાસ કરવામાં આવે.
4. જો કોઈ અધિકારી / કર્મચારી અથવા અન્ય વ્યક્તિ દ્વારા ગેરેજથી કરવામાં આવ્યું હોવાનું જણાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
5. તપાસ પૂર્ણ થયા બાદ મને લેખિતમાં પરિણામ ની જાણ કરવામાં આવે તેવું તેમની અરજીમાં જણાવ્યું છે.
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે કૌભાંડોની હારમાળામાં મહીસાગર જીલ્લાનું નામ અવારનવાર ચોપડે ચડતો જોવા મળે છે ત્યારે કડાણા તાલુકાના ભાગલીયા ગામના છેવાડામાં રહેતા ખેડૂત સાથે જે બનાવ બન્યો છે તેનું સરકારી વહીવટી તંત્ર દ્વારા ઝીણવટ ભરી ભરી અને તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તેવું ભાગલીયા ગામના લોકોના મુખે જોર સોર થી ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર



