BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
હાંસોટ તાલુકાની ગામ પંચાયત સાહોલ ખાતે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું
સમીર પટેલ, ભરુચ
મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિતે હાંસોટ તાલુકાની ગામ પંચાયત સાહોલ ખાતે સવારે 11:00 કલાકે સરપંચ નવનીતભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ખાસ ગ્રામસભાનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તલાટી ક્રમમંત્રી નિકુલભાઈ પટેલ, બી. આર. સી. કૉ-ઓર્ડિનેટર અશોકભાઈ પટેલ, આચાર્ય નિલેશભાઈ સોલંકી, શાળા પરિવાર, આરોગ્ય – આંગણવાડી કર્મચારીગણ,ગામજનો, યુવાવર્ગ, પંચાયત સભ્યો હાજર રહ્યા હતા. તલાટી ક્રમમંત્રી નિકુલભાઈ પટેલે વિવિધ મુદ્દાઓની છણાવટ કરી હતી.