AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ગુજરાતના MSME ક્ષેત્રને મજબૂત બનાવવાના હેતુથી ગુણવત્તા યાત્રાનું અમદાવાદથી શાનદાર પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ગુજરાતના MSME ઈકોસિસ્ટમને વધુ મજબૂત અને સ્પર્ધાત્મક બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ઓઢવમાં યોજાયેલી યાત્રામાં સહકાર અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિતિ આપી હતી.

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યુ હતું કે, ગુજરાતની ઉદ્યોગસાહસિક ભાવના જ્યારે ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જોડાય ત્યારે MSME ક્ષેત્ર ‘મેક ઈન ઇન્ડિયા’માંથી આગળ વધીને ‘મેડ વિથ એક્સેલન્સ ઇન ઇન્ડિયા’ તરફ આગળ વધી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુણવત્તા યાત્રા ગુજરાતને વિકસિત ભારત @2047 માટે તૈયાર કરવા દિશામાં મહત્વપૂર્ણ પાયાનું કામ કરે છે.

આ યાત્રામાં ઉદ્યોગ જગતના આગેવાનો, ગુણવત્તા નિષ્ણાતો અને સરકારી અધિકારીઓએ ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે વિવિધ ઉપાયો પર ચર્ચા કરી. QCI (Quality Council of India), ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (OIA) અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) વચ્ચે વ્યૂહાત્મક સમજૂતીઓની હસ્તાક્ષરવિધિ પણ યોજાઈ.

QCIના ચેરમેન જક્ષય શાહે જણાવ્યું કે, “ગુજરાત ગુણવત્તા યાત્રા માત્ર કાર્યક્રમ નથી, તે ગુણવત્તાની સંસ્કૃતિને પાયાના સ્તરે સ્થિર કરવાનો પ્રયાસ છે. MSME સાથે સીધો સંપર્ક કરીને ગુણવત્તાને સુલભ અને સસ્તી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે ગુણવત્તામાં ભારતનું નેતૃત્વ જોઈએ છે.”

યાત્રા દરમિયાન સૌર ઊર્જા, રેલવે, એરોસ્પેસ એન્જિનિયરિંગ, સંરક્ષણ, સેમિકન્ડક્ટર અને લિથિયમ આયન બેટરી જેવા ઉદયમાન ક્ષેત્રોમાં ગુજરાતની આગેવાનીને ધ્યાનમાં રાખીને ગુણવત્તા ખાતરીના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો.

વર્કશોપમાં DISH, GeM, ATIRA, પશ્ચિમ રેલવે, SAC-ISRO અને ગત્રાડ એવિએશન સહિતના નિષ્ણાતો દ્વારા શ્રમ કલ્યાણ, કૌશલ્ય વિકાસ, પ્રાપ્તિ પ્રક્રિયા, ઉત્પાદન પરીક્ષણ અને નિયમનકારી માળખાં અંગે ટેકનિકલ સત્રો યોજાયા. MSME માટે ZED, LEAN પ્રમાણપત્રો અને NABL માન્યતા પર પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી.

ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં 55 દિવસ સુધી 32 મુખ્ય ઔદ્યોગિક જિલ્લાઓમાં યોજાશે. જેમાં સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીધામ, જામનગર, મોરબી, સિદ્ધપુર, અમરેલી અને આણંદનો પણ સમાવેશ થશે. આ યાત્રા રાજ્યના MSMEsમાં ગુણવત્તા અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

આ પ્રસંગે ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્મા, AMAના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલા અને OIAના પ્રમુખ મુકેશ વેકરિયા સહિત અનેક ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

આ યાત્રા ગુજરાત અને ભારતને ગુણવત્તા શ્રેષ્ઠતાની દિશામાં આગળ ધપાવતી અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ઉદ્યોગ હબ બનાવવા દ્રઢ પગલાંરૂપ સાબિત થશે.

Back to top button
error: Content is protected !!