અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો પર ODK સર્વની જેવી વધારાની કામગીરીનો ઉગ્ર વિરોધ, આવેદન પત્ર આપ્યું
અરવલ્લી જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો પર ODK સર્વની જેવી વધારાની કામગીરીનો ઉગ્ર વિરોધ કરી આશાબહેનો અને આશા ફેસિલેટરોએ સામૂહિક બહિષ્કાર કરીને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપીને કામગીરીના બોજને પરત ખેંચવા રજૂઆત કરી હતી. માદન વેતનમાં કામ કરતી આશા વર્કર અને આશા ફેસિલેટર બહેનોના આક્ષેપ મુજબ ODK કામગીરી અમને સોંપાયું છે, પણ કોઈ વધારાનું મહેનતાણું ચૂકવાતું નથી” જિલ્લાની 500થી વધુ આશા વર્કર અને ફેસિલિટેર બહેનો જિલ્લા આરોગ્ય કચેરીએ પહોંચી, જ્યાં તેઓએ ઉગ્ર અવાજે પોતાની માંગણીઓ રજુ કરી હતી.જિલ્લા આરોગ્ય અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ માગણી ODK અને PMJAY ની કામગીરી તાત્કાલિક પરત લેવાય. વધારાના કામનું યોગ્ય માનદંડ નક્કી કરીને મહેનતાણું ચૂકવવામાં આવે સરકાર આશા બહેનોની નોકરીની સુરક્ષા અને હિતોનું રક્ષણ કરે.
બહેનોનો આક્ષેપ છે કે સરકાર આરોગ્ય સેવાના નામે વારંવાર નવી કામગીરી થોપે છે, પણ વાસ્તવિક મેદાની કાર્યકરોને વળતર મળતું નથી.ત્યારે ODK ની સોંપેલ કામગીરી ન કરવાની અને આ કામગીરી મહેનતાણું આપવામાં આવે તો પણ આ કામગીરી ન કરવા વિરોધ પ્રદર્શન કર્યું હતું.જિલ્લા પંચાયત આગળ આશા બહેનોના સૂત્રોચ્ચારો ગુંજ્યા હતા.અરવલ્લી જિલ્લાના ગામડાં સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ બહેનો હવે પોતાના હક માટે જંગ લડી રહી છે.