સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આચનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની મસક્તમાં લાગ્યા હતા.
ઝઘડિયા GIDC માં અનેક કંપનીઓના મોટા મોટા પ્લાન અવેક છે.જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે.ત્યારે આજે સવારે પણ ઝઘડિયા GIDC માં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.આગનો મેજર કોલ જાહેર થતા જ ઝઘડિયા GIDC ના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનો થી ગુંજી ઉઠ્યો હતો.આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની મસક્તમાં લાગ્યા હતા.
આગ એટલી વિક્રરાર હતી કે, પ્લાન્ટમાંથી કાળા ડિબાગ ધુમાડા દૂરથી નજરે પડી રહ્યા હતા.આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા.આગની જાણ થતાં જ ફેકટરી ઇન્સ્પેક્ટર,GPCB અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા.જોકે કંપનીમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.હાલમાં ફાયર મેને આગ ઓલવાની કામગીરી કરી રહ્યા છે.