GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ટાઉન પોલીસની ટીમે ચોરીના વાહન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંગ સાહેબ અને નવસારી જિલ્લા નાયબ પોલીસવડા એસ.કે. રાય સાહેબે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત/શરીર સંબધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા આપેલ કડક  સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર  ટી.એ.ગઢવી સાહેબ તથા પોલીસ ઇન્સપેક્ટર પી.ડી.ચૌધરી સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે તારીખ.૧૫/૦૧/૨૦૨૫ ના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન આ.હે.કો. જીતુભાઈ હરતાનભાઈ તથા અ.પો.કો. ધરમશીભાઈ જીવરાજભાઈ નાઓને સયુંકત રીતે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આરોપી-આશિષભાઈ ઠાકોરભાઈ પંચાલ ઉ.વ.૪૬ ધંધો-મજુરી રહે-ગાર્ડાચાલ,સોમનાથ રોડ, બીલીમોરા તા.ગણદેવી જી.નવસારી મુળ રહે-કાંકડવેલગામ બસ સ્ટેન્ડની બાજુમાં તા.ચીખલી જી.નવસારી ને ચોરીના મોપેડ સાથે પકડી પાડી ચોરીમા ગયેલ યામાહા કંપનીની ફસીનો મોપેડ જેનો રજી.નં. GJ-15-BH- 1844 ની કિ.રૂ.20,000/- ની કબ્જે કરી વલસાડ સીટી પોલીસ મથકે ચોરીનો ગુંનો નોંધ કરી વધુની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!