GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “પ્લાસ્ટિકમુકત ગુજરાત અભિયાન’’ જામજોધપુર નગરપાલિકા દ્વારા મલ્ટી-લેયર પ્લાસ્ટિક અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૨૯/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજયવ્યાપી ‘‘પ્લાસ્ટિકમુકત ગુજરાત અભિયાન’’ અન્વયે રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા અંતર્ગત જામજોધપુર નગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા મલ્ટી-લેયર પ્લાસ્ટિક અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકના નિકાલ અને તેના પુનઃ ઉપયોગ વિશે જાગૃતિ લાવવાનો હતો.

આ કાર્યક્રમમાં ભવિષ્યમાં બનનારા રોડના નિર્માણમાં ડામર સાથે પ્લાસ્ટિકના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેથી, રોડને વધુ મજબૂત અને ટકાઉ બનાવી શકાય. આમ, પ્લાસ્ટિકમુક્ત ઝુંબેશમાં જોડાઈને પર્યાવરણ સુરક્ષા અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે જામજોધપુર નગરપાલિકાએ સરાહનીય પ્રયાસ કર્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!