GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૯ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી :- માંડવી કચ્છ.

માંડવી ,તા-૨૯ સપ્ટેમ્બર : મનીષાબેન વેલાણી ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત કચ્છ અને અધ્યક્ષ કારોબારી સમિતિ જિલ્લા પંચાયત કચ્છ ઘેલાભાઈ ચાવડા , અધ્યક્ષશ્રી શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત કચ્છ, વિરમભાઇ વી. ગઢવી ,અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિ  પુરષોતમ એમ મારવાડા , જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ (ના વરદ હસ્તે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૯ આરોગ્ય એમ્બ્યુલન્સ (ambulances) ને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.મિતેષ ભંડેરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે (વર્ષ 2023-24 અને 2024-25) 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી જીલ્લાની ગ્રાન્ટમાંથી 8 અને તાલુકાની ગ્રાન્ટમાંથી 1 આમ કુલ 9 એમ્બ્યુલન્સ રૂા.1,61,99,109 ના અને કચ્છ જિલ્લાના છ તાલુકા 22 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૨૨ ફોગીંગ મશીન રૂા.6,16,000 ના આમ કુલ રૂા. 1.68 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત અને તાલુકા દ્વારા ખરીદવામાં આવેલ છે.વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી વિશાળ જિલ્લો (India’s Largest District) છે તો સાથે જ ભૌગોલિક દૃષ્ટીએ કઠિન અને અંતરિયાળ વિસ્તાર ધરાવે છે. ત્યારે અંતરિયાળ વિસ્તારવાળા વિશાળ કચ્છમાં બેઝીક લાઈફ સપોર્ટ (Basic Life Support Ambulance) જેવી આરોગ્ય એમ્બ્યુલન્સ સેવા પાયાની જરૂરિયાત છે. દર્દીઓને પાયાની સા૨વા૨ સમયસર મળી રહે અને તેનો જીવ જોખમાય નહી મોટા એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પુરી પાડવામાં અગત્યનું સાધન બનશે અને લોકોને સમયસર લારવાર મળી રહેશે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ વણવીરસિંહ રાજપૂત, પૂર્વ અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિ કચ્છ ના કેશવજી રોશિયા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મિતેશ ભંડેરી, ઈ.એમ.ઓ ડૉ. કેશવકુમાર સહિતના મહાનુભાવો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!