ધાંગધ્રા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી રોમિયોગીરી કરતાં 6 મોટરસાયકલ ડીટેઈન કરાયાં

તા.20/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી જેમાં ફેન્સી નંબર પ્લેટ લગાવેલ છ બાઇકો ડિટેઇન કરાયા હતા ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સામે કામગીરીની જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે. ડી. પુરોહિતની સુચનાઓને લઈને સીટી પીઆઈ એમ. યુ. મશી, પીએસઆઈ એ. કે. વાઘેલા, ટ્રાફિક કોન્સ્ટેબલ, મહેન્દ્રસિંહ સહિત સ્ટાફ દ્વારા કાર્યવાહી કરાઇ હતી જેમાં જોગાસર, પાણીની ટાંકી, ફુલેશ્વર મંદિર, રોકડિયા સર્કલ સહિત વિસ્તારમાં રોમિયોગીરી કરતા બાઈક ચાલકોને મેમો આપ્યા હતા તથા ફેન્સી નંબર પ્લેટ બાઇક ચાલકો છ બાઇક ડીટેઇન કરવામાં આવ્યા હતા ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી હતી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધ્રાંગધ્રા સીટી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારી સહિત જવાનો સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારો રોમિયોગીરી કરતા વાહન ચાલકોને મેમો આપેલા તથા ફેન્સી નંબર પ્લેટ બાઇક ચાલકોને પણ મેમો આપવામાં આવ્યો હતો.



