ઓગડ તાલુકાના ઉણ ખાતે શ્રી ઊણ વિભાગ કેળવણી દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો..
ઓગડ તાલુકાના ઉણ ખાતે શ્રી ઊણ વિભાગ કેળવણી દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો..

ઓગડ તાલુકાના ઉણ ખાતે શ્રી ઊણ વિભાગ કેળવણી દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો..
ઓગડ તાલુકાના ઊણમા આવેલ શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ ખાતે ઉપવન નામકરણ, દાતાપ્રતિમા અનાવરણ તથા દાતાઓનો સત્કાર સમારંભ એમ ત્રિવિધ સમારોહ ૨૩મી ડિસેમ્બર ૨૦૨૫ ને મંગળવાર ના રોજ કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને નીતાબેન સુરેશચંદ્ર દોશી (સદ્ ભાવના ફાઉન્ડેશન) ના મુખ્ય મહેમાન પદે રમેશભાઈ રમણીકલાલ સોનીની પ્રેરક ઉપસ્થિતિમા,બાબુભાઈ પ્રજાપતિ ગોપીનાથજ઼ી બેટરી પોઇન્ટ થરા,જેમાભાઈ અને કાંતિભાઈ શિક્ષક પ્રજાપતિ ઊણ,રામજીભાઈ અને રમેશભાઈ શિક્ષક નાઈ ના માનવંતા મહેમાન પદે ડૉ.કુમુદબેન અનિલભાઈ મોદી કેનેડા, અલ્પેશભાઈ સોની રાધનપુર, સુરેશકુમાર ઘેલા મહેસાણા, નરપતલાલ દોશી અમદાવાદ, જાખેલ દૂધ મંડળીના ચેરમેન બાબુભાઈ પટેલ,રમેશભાઈ જોષી ભુવાજી, પૂરણસિંહ વાઘેલા સહીત સન્માનીય દાતાઓની ઉપસ્થિતિ મા યોજાયો હતો.
પ્રવિણકુમાર અમરતલાલ કુરિયા અમદાવાદના વરદ હસ્તે પ્રતિમા અનાવરણ કરી શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત દ્વારા અને નવીનભાઈ ભોજકે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.શાળાના આચાર્ય બાબુભાઈ પટેલ દ્વારા શાળા સંકુલ અને શાળા વિકાસની રૂપરેખા આપવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોને બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરી મંડળના પ્રમુખ નવીનભાઈ ભોજક,ઉપ પ્રમુખ હનુભા વાઘેલા, સહમંત્રી નવીનભાઈ સોની,વિનોદભાઈ શાહ સહીત મંત્રી મંડળ દ્વારા મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આ શાળાના ધો.૧૦ નો વિધાર્થી ઠાકોર વિપુલજી ટીનાભાઈએ ધારા સભ્ય અમરતજી તથા નીતાબેન દોશી ને પેન્સિલ દ્વારા પેઈન્ટિંગ કરેલ પ્રતિમા અર્પણ કરતા બંને મહાનુભાવોએ રોકડ રકમ દ્વારા વિધાર્થીનું સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ જોષી,સ્ટેજ સંચાલન પ્રહલાદભાઈ ઠકકરે જયારે આભાર વિધિ મેનેજીંગ ટ્રસ્ટી સુરેશભાઈ ઘેલાએ કરી હતી. બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530






