નચિકેતા સ્કૂલ,દેલોલ ખાતે ગુરુપૂર્ણિમાની અનોખી અને સંસ્કારસભર ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૭.૨૦૨૬
નચિકેતા સ્કૂલ, દેલોલ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય અને સંસ્કારસભર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના, પ્રેરણાદાયી નાટક, સાંસ્કૃતિક નૃત્ય, કાવ્યપાઠ તથા વિવિધ સર્જનાત્મક રજૂઆતો દ્વારા ગુરુના મહિમાને ઉજાગર કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાની પૂજા કરીને જીવનના પ્રથમ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમની વિશેષતા એ રહી કે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પણ પોતાના ઘરે માતા-પિતાની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવ્યા અને આ પવિત્ર ક્ષણોના ફોટા તથા વિડિયો શાળા પરિવાર સાથે શેર કર્યા હતા શિક્ષકોની આ પહેલે વિદ્યાર્થીઓ અને વાલીઓ સમક્ષ જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું કે સાચા સંસ્કારોની શરૂઆત પોતાના જીવનમાંથી જ થાય છે.આ સમગ્ર ઉજવણીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ, ગુરુ પ્રત્યેનો આદર અને માતા-પિતાના સન્માનના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો હતો.આ પ્રસંગે સમગ્ર શાળા પરિવારે સંદેશ આપ્યો કે “શિક્ષક માત્ર પાઠ નથી ભણાવતા, પરંતુ પોતાના આચરણ દ્વારા સંસ્કારોનું સિંચન પણ કરે છે.











