GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મહાત્મા ગાંધી મ્યુઝિયમના આંગણે યોજાયું એક અનોખું પ્રદર્શન યોજાયું

તા.૨૬/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ(INTACH)ની ૪૦ વર્ષની યાત્રાનુ પ્રદર્શન યોજાયું

Rajkot: ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) એ ભારતના સાંસ્કૃતિક વારસા અને વિસરાતી જતી વિરાસત માટે કામ કરતી એક સ્વાયત્ત સંસ્થા છે. જેના રાજકોટ ચેપ્ટર દ્વારા તા.૨૧ થી ૨૩ જૂન દરમિયાન અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં INTACH સંસ્થાની ૨૩૧ શાખા દ્વારા છેલ્લા ૪૦ વર્ષમાં કરાયેલ સાંસ્કૃતિક જાળવણીના કાર્યની નોંધ, વિગત, ફોટો તેમજ માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં આ પ્રદર્શનમાં મુખ્યત્વે દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લા,ગામમાં આવેલ સ્થાપત્ય, શિલ્પ, બાંધકામ તેમજ નૃત્ય, નાટ્ય, સંગીત અને હાથવણાટ જેવી પરંપરાગત શૈલીની કલાઓ અને કલાકારો તેમજ સ્થાપત્યના જતન અંગે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ તેની વિસ્તૃત દસ્તાવેજી માહિતી રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે, રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષીએ પ્રદર્શન નિહાળીને કહ્યું હતું કે, ‘સમગ્ર દેશના સમૃદ્ધ વારસાની જાળવણીના સફળ પ્રયાસો જોઈને ખૂબ જ આનંદ થયો છે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવહાણેએ રાજકોટ શહેર તથા જિલ્લાની જનતાને અપીલ કરતા કહ્યું કે,’આપણા અમૂલ્ય વારસાને સાચવવાની જવાબદારી આપણી સહુની છે. જ્યારે INTACH ભારતના પ્રખ્યાત વારસાને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે આપણે સહુ એ એમને આપણા થી બનતો સહકાર આપવો જોઈએ’. આ પ્રદર્શનની શહેરના અંદાજે ૩૦૦ થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને INTACH સભ્ય ડો. અનામિક શાહે આ પ્રદર્શનની રાજકોટના લોકો પર ખૂબ જ હકારાત્મક અસર થવાની આશા વ્યકત કરી હતી.આ તબક્કે રાજકોટ પોર્ટ્રેટ ક્લબના પ્રતિનિધિઓએ તેમની કલાનું અદભૂત પ્રદર્શન પણ કર્યું હતું.

INTACH રાજકોટના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જૈમિનભાઈ ઠાકર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેતન નંદાણીનો તથા ઈન્ટેકના સભ્યોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના લોકોમાં હેરિટેજ અને જાળવણી અંગેની જાગૃતિ વધે, સતત કલાક્ષેત્રે પ્રવૃત્તિમય એવા આ શહેરના લોકો વધુને વધુ વારસા અને સાંસ્કૃતિક જતનમાં પોતાનું યોગદાન આપે તે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ છે.

આ પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે દિલ્હીથી હેરિટેજ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન સર્વિસ (HECS INTACH) ડિપાર્ટમેન્ટના વડા પૂર્ણિમાબહેન દત્ત, જાણીતા ઇતિહાસવિદ ડો.પ્રદ્યુમન ખાચર, શિક્ષણવિદ અને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી ડી.વી.મહેતા, રોઝરી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના ટ્રસ્ટી ડો. વિશાલ વારીયા તેમજ ખ્યાતનામ શિલ્પકાર તથા પ્રિન્ટ મૅકર શ્રી જયેશભાઇ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button