તા.૩૦.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના એક ગામ માંથી એક પીડિત મહિલા એ કોલ કરી 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી
ત્યારબાદ પીડિતા એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સેલિંગ બાદ જાણવા મળેલ કે પીડિતા વિધવા હતા અને તેઓને કોઈ સંતાન ના હતું, તેઓ એકલા જ રહેતા હતા. તેઓ ખેતી કરી અને તેઓનું ગુજરાન ચલાવતા હતા, તેઓ આજ રોજ ખેતર માં વાવણી કરતા હતા તે દરમિયાન તેઓના પાડોશી એ તેમને ખેતર માં વાવણી કરવા ના કહી અને પીડિતા જોડે મારપીઠ કરી હતી જેથી પીડિતા એ સમજાવવા માટે 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી, ત્યાર બાદ પીડિતા ના પાડોશી લોકો ને સમજાવતા તેઓ સમજતા ના હતા અને પીડિતા ને જમીન માપણી માટે તાલુકા પંચાયત માં અરજી કરવા માટે જણાવેલ.અને ગ્રામ પંચાયત માં થી જે પણ જમીન ના પુરાવા લાવી અને તાલુકા પંચાયત ની માહિતી આપેલ તેમજ પીડિતા જોડે આમ બે થી ચાર વાર તેમના પાડોશી હેરાનગતિ કરતા હોવાથી પીડિતા પોલીસ સ્ટેશન અરજી આપવા માંગતા હતા જેથી પીડિતા ને ન્યાય મળી રહે તે માટે અને તેમની સુરક્ષા માટે પીડિતા એ પોલીસ સ્ટેશન અરજી અપાવેલ છે



