લીમખેડાના દાભડામાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર હિંસક અથડામણ, મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તા.૧૪.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:દાહોદ જિલ્લામાં જમીન મામલે ફરી ધીંગાણું: લીમખેડાના દાભડામાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર હિંસક અથડામણ, મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
દાહોદ જિલ્લામાં જમીન પચાવી પાડવા અને માલિકી હક્ક બાબતે લોહિયાળ સંઘર્ષોની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જિલ્લામાં ફરી એકવાર જમીન કબજાની આડમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી હિંસક ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાના દાભડા ગામે સર્વે નંબરની જમીન પર કબ્જો મેળવવા અથવા વિવાદનો નિકાલ કરવાના મામલે બે જૂથો આમને-સામને આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બંને પક્ષો વચ્ચે થયેલી આ આક્રમક મારામારીનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.ખાતા નંબર ૧૪૬ અને સર્વે નંબર ૯૩/અ નો વિવાદ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ સમગ્ર લોહિયાળ ખેલ દાભડા ગામની એક કિંમતી જમીનને લઈને ખેલાયો હતો. ગામમાં આવેલી સરકારી અથવા ખાનગી માલિકીના વિવાદ હેઠળની ખાતા નંબર ૧૪૬ માં સમાવિષ્ટ સર્વે નંબર ૯૩/અ પૈકીની જમીન પર કબ્જો જમાવવા અથવા ખેડવા બાબતે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. આ જમીન મામલે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.લાકડીઓ અને ધારધાર હથિયારો ઉછળ્યા વાતચીતમાંથી શરૂ થયેલો ઝઘડો જોત જોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. બંને જૂથના પુરુષો અને મહિલાઓ લાકડીઓ, ધારિયાં અને પથ્થરો જેવા ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. ધોળા દિવસે જાહેર રોડ પર કે જમીનની વચ્ચે કાયદાના ડર વગર ખેલાયેલા આ ધીંગાણામાં સામસામે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ એક્શનમાંઆ હિંસક મારામારી દરમિયાન ત્યાં હાજર કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં આખી ઘટના કેદ કરી લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયુવેગે વાયરલ થઈ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો કેવી ક્રૂરતા પૂર્વક એકબીજા પર હુમલો કરી રહ્યા નો વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ વાયરલ વીડિયોના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે





