એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી જણાવેલ કે લીમડી તાલુકાના એક ગામમાં કિશોર તથા કિશોરીના બાળલગ્ન થઈ રહ્યા છે.
તા.22/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જાગૃત નાગરિકનો ફોન આવ્યા બાદ તાત્કાલિક ૧૮૧ અભયમ ટીમના કાઉન્સલર મધુબેન વાણિયા, મહિલા કોન્સ્ટેબલ ગૌરીબેન મકવાણા, અને પાયલોટ યશવંતભાઈ ગોસ્વામી સહિતના અને તે વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસ સ્ટાફની સાથે ઘટના સ્થળ ઉપર પહોંચીને કિશોર અને કિશોરીના માતા પિતાનુ કાઉન્સિલીંગ કરી બાળલગ્નની ખરાઈ કરવા માટે બંનેના ઉંમર અંગેના પુરાવા માંગેલ પરંતુ કિશોરના માતા પિતા દ્વારા જણાવ્યું કે તેમની પાસે કોઈ આધાર પુરાવા નથી જ્યારે કિશોરીના માતા પિતાએ રજૂ કરેલ પુરાવા મુજબ કિશોરીની ઉંમર 16 વર્ષની હોય અને ત્યાં હાજર લોકોએ કિશોરની ઉંમર પણ નાની હોવાની શંકા વ્યક્ત કરેલ આથી બાળલગ્નને ધ્યાન માં લઈ કિશોર અને કિશોરીના માતા પિતાને સમજાવેલ અને લગ્ન માટેની ઉંમર થયા બાદ જ દિકરીના લગ્ન કરાવવા ત્યાર બાદ આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે દિકરીના માતા પિતાને માહિતગાર કર્યા હોય અને આ બાબતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરેલ અને તેઓએ ઘટના સ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.