બ.કાં.જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત!!! પીડિતો માટે જિલ્લા માં સહાય માટે રજૂઆત કરાશે ભૂપતજી મકવાણા…..
બ.કાં.જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત!!! પીડિતો માટે જિલ્લા માં સહાય માટે રજૂઆત કરાશે ભૂપતજી મકવાણા.....

બ.કાં.જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત!!! પીડિતો માટે જિલ્લા માં સહાય માટે રજૂઆત કરાશે ભૂપતજી મકવાણા…..
બ.કાં.જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વર્તમાન ઓગડ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય નેકારીયા ગામના ખેડૂત પુત્ર ભૂપતજી મકવાણાએ તેરવાડા જિલ્લા પંચાયત સીટના અસર ગ્રસ્ત ગામો કે જ્યાં ભારે વરસાદમાં લોકોના ઘરો માં વરસાદી પાણી ભરાયા છે. કુદરતી નુકસાનના પગલે ઘર વખરી અને ખેતી પાકોને નુકશાન થયું છે તેવા ગામો રૂવેલ,વરસડા,જાખેલ, માંડલા,તેરવાડા,તાતીયાણા, સહિતના ગામોમાં મુલાકાત લીધી હતી અને પીડિતો પાસે થી નુકશાનની જાણકારી મેળવી આપત્તિના આ સમય માં અસર ગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય અને સરકારી લાભો સમયસર મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.આ વિસ્તારના લોકોને થયેલ નુકશાન બાબતે વળતર માટે સરકારમાં રજૂઆત કરવા પણ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530











