DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.21/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ગ્રસ્ત પ્રસ્તુતિ મહિલાઓ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહીત મોટી સંખ્યામાં લોકોએ 30થી વધુ બોટલ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં સવારથી જ ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ યુવાનો મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગ સહીત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેન્ક સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં જમાં કરાવવામાં આવી હતી તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ચા- પાણી નાસ્તા સહીતની તમામ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી હતી થેલેસિમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લાં 5 વર્ષથી ધ્રાંગધ્રા સહિત અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનાર રક્તદતાએ પણ રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી તેમજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન સલીમભાઇ ઘાંચી દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ તકે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરામણી,ઇન્ચાર્જ સરકારી હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર સુનિલ, ગાયનેક લોજિસ્ટ ડોક્ટર નેહા બોરેચા,સહીત નર્સિંગ સ્ટાફ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!