GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર પશુ દવાખાના પાછળ આવેલ ડફેરવાસમાં છાપરું સળગાવીને ધમકી આપતા મહિલાએ પાંચ સામે ફરીયાદ નોંધાવી

વિજાપુર પશુ દવાખાના પાછળ આવેલ ડફેરવાસમાં છાપરું સળગાવીને ધમકી આપતા મહિલાએ પાંચ સામે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પશુ દવાખાના પાછળ આવેલ ડફેરવાસમાં છાપરું સળગાવી મહિલાને ગડદાપાટુંનો મારમારી રહેવાનું છાપરું તોડી નાખી સળગાવી નાખતા રૂપિયા 15000/-નું નુકશાન બાબત ની પોલીસ મથકે મહિલાએ પાંચ જણા સામે ફરીયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસ મથકે થી મળતી માહીતી મુજબ ડફેરવાસ માં રહેતા હસીનાબેન ઉમરભાઈ ડફેર પોતાના ઘર પાસે પોતાના ગલ્લા ઉપર બેઠા હતા. તે દરમ્યાન ડફેરવાસના દિન મોહમ્મદ અને મોબીનભાઈ નામના બે ઈસમો આવી ને તારા દીકરાએ મને છરી મારેલ હતી તે ક્યાં છે.તેમ કહી ગડદાપાટું કરી તેમની સાથે આવેલા ત્રણ ઈસમો એ ઘરનું છપરું સળગાવી તોડફોડ કરતા મહિલાને મારામારી કરી ગડદાપાટું કરતા મહિલાએ દિનમોહમ્મદ જુમ્માભાઈ ડફેર તેમજ હનીફ જુમ્મા ભાઈ ડફેર તેમજ જાનમોહમ્મદ જુમ્માભાઈ ડફેર તેમજ રમજાન હુસેનભાઈ ડફેર તેમજ મોબીન રમજાન ભાઈ ડફેર સહિત પાંચ જણા સામે હસીના બેન ડફેરે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button