તા. ૦૨. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લામાં “નારી વંદન ઉત્સવ” નિમિત્તે મહિલા સુરક્ષા જાગૃતિ રેલી યોજાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવાં કે, સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ, સ્વાસ્થ્ય અને જુદાજુદા ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન “નારી વંદન ઉત્સવની” ઉજવણી થઈ રહી છે.
નારી વંદન ઉત્સવના પ્રથમ દિવસે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી દાહોદ પોલીસ ભવન ખાતે કરવામાં આવી. જેમાં મહિલા પોલીસ સ્ટેશનના પ.એસ.આઈ એમ.કે.પટેલ દ્વારા મહિલા સુરક્ષા અને સલામતી તેમજ સાયબર સેફટી ઉપર યોગ્ય માહિતી આપવામાં આવેલ.એસ.પી. કચેરીથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી મહિલા સુરક્ષા જાગૃતિ રેલી ને પ.બી.પટેલ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી દ્વારા લીલી ઝંડી બતાવી રેલીની શરૂઆત કરવામાં આવી.
આ રેલીમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ, ડ્ઢૐઈઉ-ટીમના કર્મચારી, પોલીસ વિભાગના મહિલા જવાનો, જીૐઈ ટીમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્ટર ,પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ,મહિલા કલ્યાણ કેન્દ્ર વિવિધ મહિલાલક્ષી યોજનાના કર્મચારી ગણ તેમજ જી.પી.ધાનકા માધ્યમિક અને ઉતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
નારી વંદન ઉત્સવના પ્રથમ દિવસે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી શેઠશ્રી ગીરધરલાલ મહિલા અધ્યાપન મંદિર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોને કાયદાની સરળ સમજુતી આપવામાં આવી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવાં કે,સુરક્ષા,સ્વાવલંબન, કલ્યાણ,સ્વાસ્થ્ય અને જુદાજુદા ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન “નારી વંદન ઉત્સવની” ઉજવણી થઈ રહી છે.
“નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” દિવસની ઉજવણી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કરવામાં આવી.જેમાં વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી દીકરીઓને વ્હાલી દીકરી યોજના મંજુરી આદેશ મહિલા અને બાળ અધિકારી,રોહન ચૌધરી ના હસ્તે આપવામાં આવ્યા.આવેલ દંપતીન સાથે દીકરીની સુરક્ષા, સલામતી,આરોગ્ય,અને આગળ અભ્યાસ કરાવવા ઉપર ચર્ચા કરવામાં આવેલ