Rajkot: રાજકોટમાં રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી યોજાયો વિનામૂલ્યે આરોગ્ય કેમ્પ

તા.૨૦/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
લક્ષ્ય ટ્રસ્ટ અને નવજીવન ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને માર્ગદર્શન કેમ્પનું સફળ આયોજન
Rajkot: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS) ના સહયોગથી ‘લક્ષ્ય ટ્રસ્ટ’ અને ‘નવજીવન ટ્રસ્ટ’ ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં કેનાલ રોડ પર આવેલા દિનેશ ચેમ્બર્સ ખાતે એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એચ.આઈ.વી./એડ્સ, એસ.ટી.આઈ./આર.ટી.આઈ. (ગુપ્તરોગ) તેમજ હેપેટાઈટીસ-બી અને હેપેટાઈટીસ-સી જેવી ગંભીર બીમારીઓ પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનાં પ્રયાસ સાથે લોકોને તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કેમ્પ અંતર્ગત આશરે ૬૦ જેટલા નાગરિકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ (ચેકઅપ) કરવામાં આવી હતી. આ તકે મેડિકલ ઓફીસર જિલ્લા ક્ષય કેન્દ્ર રાજકોટના ડૉ. એસ.જી. લક્કડે કેમ્પમાં આવેલા લોકોને જાગૃત કરતાં જણાવ્યું હતું કે, “હેપેટાઇટિસ ‘એ’ અને ‘બી’ જેવી ગંભીર બીમારીઓને રસીકરણ (Vaccination) દ્વારા સમયસર અટકાવી શકાય છે. આ માટે લોહીનું પરીક્ષણ (Blood Test) અત્યંત સરળ, ઝડપી અને પીડારહિત હોય છે. કોઈપણ લક્ષણ જણાય કે શંકા હોય તો સહેજ પણ સંકોચ રાખ્યા વિના વહેલી તકે તપાસ કરાવી લેવી હિતાવહ છે.



