વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૩ ફેબ્રુઆરી : વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકો નિરોગી રહે અને દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા પ્રોત્સાહન મળે તે હેતુથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ”નારીશક્તિને વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા.૮ માર્ચના રોજ સાંજે ૪ થી ૭ કલાકે, આર.આર.લાલન કોલેજ ઓડિટોરીયમ ખાતે યોજાશે.