ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : જન-જાગૃતિ લાવવા મેઘરજ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઈસરી ખાતે મહિલા રોગ નિદાન કેમ્પ યોજાયો. 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : જન-જાગૃતિ લાવવા મેઘરજ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઈસરી ખાતે મહિલા રોગ નિદાન કેમ્પ યોજાયો.

મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરનું વહેલું નિદાન કરવા તથા આ બાબતે જન-જાગૃતિ લાવવા મેઘરજ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઈસરી ખાતે મહિલા રોગ નિદાન કેમ્પ યોજાયો.

માનનીય કલેકટર સાહેબ અને માનનીય જીલ્લા વિકાસ અધિકારી સાહેબ અરવલ્લી-મોડાસાના માર્ગદર્શન અને સુચના અન્વયે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની રાહબળી હેઠળ મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સર બાબતે પ્રાથમિક આરોગ્ય તપાસણી તથા આ બાબતે મહિલાઓમાં જાગૃતતા લાવવા માટે જિલ્લાના દરેક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવાના ભાગરૂપે આજે તા.22/11/2024 ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-ઇસરી ખાતે ગર્ભાશયના મુખના કેન્સરનું VIA ( Visual Inspection with Acetic Acid) ધ્વારા તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૩૦ થી વધુ ઉંમરની મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સર તથા ડાયાબીટીસ અને હાયપરટેન્શન જેવા રોગોની તપાસણી કરવામાં આવેલ.

સા.આ.કેન્દ્ર ઇસરી, ના અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસર મેઘરજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું, આ કેમ્પ માં સ્ત્રી રોગ નિષ્ણાત ડો.અનિલભાઈ બંરડા સાહેબ દ્વારા મહિલાઓની ઉપરોકત બાબતે આરોગ્ય તપાસણી કરવામાં આવેલ હતી. હાજર તમામ મહિલાઓને બિન ચેપી રોગોના નિયંત્રણ અને મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સર વિશે જાણકારી આપી હતી તથા સમાજમાં મહિલાઓને VIA થી નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં ગર્ભાશયના મુખના કેન્સરની નિ:શુલ્ક પ્રાથમિક તપાસણી કરાવવાનો લાભ લેવા માટે તેમજ આ બાબતે સમાજમાં જન જાગૃતિ ફેલાય તે બાબતે સંદેશો આપવા જણાવેલ હતું.આ કેમ્પમાં આશા બહેનો, આંગણવાડી બહેનો,તેડાઘર બહેનો તથા અન્ય લાભાર્થીઓ સાથે મળી કુલ 65 બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!