GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના મધવાસ ગામે ચુંટણીની અદાવતે જાતિ વિષયક અપમાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે લેખીત ફરિયાદ
તારીખ ૧૧/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ગામે રહેતા રમેશભાઈ શનાભાઇ દ્વારા કાલોલ પોલીસ મથકે આપેલ લેખિત ફરિયાદ મુજબ તેઓના વોર્ડના ઉમેદવારને સપોર્ટ કરતા હોય અશ્વિનકુમાર નર્વતસિંહ રાઠોડ ના ઉમેદવાર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઊભા રહ્યા હોય ફરિયાદી રમેશભાઈ ને જાતિ વિષયક અપમાન કરી તમારી ઓકાત શુ છે કે તમે અમારી સામે ઉમેદવાર ઉભો રાખો છો અને તેને સપોર્ટ કરો છો. હુ ચુંટણી હારી ગયો તો જે રીતે ૨૦૦૨ ના રમખાણોમાં અમે પેટ્રોલ કેરોસીન છાંટી ને મુસ્લિમોમાં ઘરો/દુકાનો બાળી નાખ્યા તેમ તમારો આખો વાલ્મિકીવાસ બાળી નાંખીશું એવી ધમકીઓ આપતા ફરિયાદી રમેશભાઈ શનાભાઈ દ્વારા કાલોલ પોલીસ મથકે તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક હાલોલ ને લેખિત રજૂઆત મોકલી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.