ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : દાગીના ચમકાવી આપવાના નામે કિંમતી ઘરેણાંની તફડંચી કરતી બિહારી ગેંગને પોલીસે દબોચી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : દાગીના ચમકાવી આપવાના નામે કિંમતી ઘરેણાંની તફડંચી કરતી બિહારી ગેંગને પોલીસે દબોચી

મોડાસા રૂરલ પોલીસે સાગાનામુવાડા ગામના એક વ્યક્તિ પાસેથી 250 ગામ ચાંદીના કડલા સરકાવ નાર બિહારી ગેંગનો અન્ય કોઈ શિકાર બને તે પહેલા ગણતરીના કલાકોમાં દબોચી

મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં દાગીના ચમકાવી આપવાના નામે લોકો સાથે છતરપિંડી કરતી બિહારી ગેંગના ત્રણ ઠગોને પોલીસે ઝડપી લીધા હતા બિહારી ગેંગ એકલ દોકલ વ્યક્તિને દાગીના ચમકાવી આપવાનું કહી કેમિકલથી દાગીના પર રહેલું સોના-ચાંદી ગાળી લેતી અને નજર ચૂકવી દાગીનાની તફડંચી કરી ફરાર થઇ જતા હતા

મોડાસા તાલુકાના સાગાનામુવાડા ગામના સત્તારભાઈ ગુલાબ ભાઈ વણઝારાનો ભેટો બિહારી ગેંગ સાથે થઇ જતા બિહારી ગેંગે સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાનું જણાવી સત્તારભાઈને વિશ્વાસમાં લીધા હતા તેમની પાસે રહેલા બે ચાંદીના કડા લઇ એક કડા પર કેમિકલ લગાવી ચમકાવી આપી કડાનો આકાર બદલાઈ ગયો હતો અન્ય એક ચાંદીનું 45 હજારનું કડુ વાતોમાં ભોળવી બિહારી ગેંગ ફરાર થઇ જતા સત્તાર ભાઈ આબાદ લૂંટાઈ જતા હોફળા ફોફળા બની ગયા હતા આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ગ્રામ્ય વિસ્તારમાં દાગીના ચમકાવી આપવાના નામે કિંમતી ધાતુ ગાળી લેતી ગેંગ સક્રિય થતા લોકોમાં ફફદાટ ફેલાયો હતો મોડાસા રૂરલ પીઆઈ કે.ડી.ગોહિલે ગુન્હાની ગંભીરતા સમજી ભોગ બનાનાર પાસે ઝીણવટ ભરી માહિતી એકત્રિત કરી અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સોર્સ અને બાતમીદારો સક્રિય કરી સમગ્ર વિસ્તાર ફેંદી નાખી બિહારી ગેંગના મુખીયા અને હાલ ગોધરા રેલવે સ્ટેશન ખાળી ફળીયામાં રહેતા જીતેન્દ્ર કિશનદેવ પંડિત તેના ભાઈ દિલખુશ ઉર્ફે સત્તન કિશનદેવ પંડિત અને ગૌરવ માધોરાય મંડલને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Check Also
Close
Back to top button
error: Content is protected !!