ARAVALLIGUJARATMODASA

માલપુરનો યુવક બાઈક લેવા પોહ્ચ્યો કહ્યું ટેસ્ટ ડ્રાંઇવ લઇ ને આવું , બાઈક લઇ યુવક ફરાર, LCB એ બાઈક ચોરને ઝડપ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

માલપુરનો યુવક બાઈક લેવા પોહ્ચ્યો કહ્યું ટેસ્ટ ડ્રાંઇવ લઇ ને આવું , બાઈક લઇ યુવક ફરાર, LCB એ બાઈક ચોરને ઝડપ્યો

મોડાસામાં ઓટો કન્સલ્ટન્ટ ડિલર્સને બાઈકનો ટેસ્ટ ડ્રાઇવ લેવાનું કહી યુવક ફરાર,LCBએ ચોરીની બાઈક સાથે દબોચ્યો અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં જૂના વાહનોની લે-વેચ કરતા મનવા ઓટો કન્સલ્ટન્ટમાં માલપુરનો યુવક બાઈક લેવાનું જણાવી ટેસ્ટ ડ્રાઇવના બહાના હેઠળ બાઈક ચોરી કરી ફરાર થઈ જતા મનવા ઓટો કન્સલ્ટન્ટના માલિક મોહમ્મદ હારીશભાઈ અબ્દુલરહીમભાઈ મનવાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જીલ્લા એલસીબી પોલીસે આનંદપુરા કંપા નજીકથી બાઇક ચોર પ્રવીણ ગીગા વાદીને બાઈક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મોડાસા-માલપુર રોડ પર પેટ્રોલીંગ હાથધરતા મનવા ઓટો કન્સલ્ટન્ટમાંથી બાઇકનો ટેસ્ટ ડ્રાઇવ લેવાનું કહી બજાજ V15 બાઇક લઇ ફરાર પ્રવીણ ગીગા વાદી (રહે,રજવાડી હોટલ સામે,માલપુર) બાઇક લઇ મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી બાતમી આધારિત બાઈક આવતા કોર્ડન કરી દબોચી લઇ યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા પ્રવીણ વાદી પોપટની માફક બોલી ગયો હતો એલસીબી પોલીસ 27 હજારની ચોરીની બાઇક રિકવર કરી પ્રવીણ ગીગા વાદીને ટાઉન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button