વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના વઘઈનાં રાજેન્દ્રપુર ખાતે રહેતા રાજુભાઈ નવલભાઈ પવાર (ઉં.વ.36)એ તકલીખાડી પાસે આવેલા એક વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટનાની જાણ થતાં જ વઘઈ પોલીસ મથકના પી.એસ.આઈ.એમ.એસ. રાજપૂતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.હાલમાં વઘઇ પોલીસની ટીમે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.જોકે મૃતક રાજુભાઈ પવારે આત્મહત્યા કેમ કરી તેના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી ત્યારે વઘઈ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે..