રામદેવજી મહારાજના પાઠમાં જતા યુવકનું ડિવાઈડર સાથે અથડાયા બાદ અજાણા વાહન ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે મોત

તારીખ ૦૨/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
બુધવારે સાંજના સુમારે હાલોલ તાલુકાના પ્રતાપપુરા બીલીયાપુરા ખાતે રહેતા જતીનભાઈ રાયસીંગભાઇ પરમાર પોતાની હીરો સ્પલેન્ડર મોટરસાયકલ લઈને કાલોલ તાલુકાના દોલતપુરા ખાતે આવેલા પોતાના સંબંધી પ્રતાપભાઈ રાઠોડ ના ઘરે રામદેવજી મહારાજના પાઠના પ્રસંગમાં આવવા માટે નીકળ્યા હતા ત્યારે કાલોલ તાલુકાના મધવાસ ચોકડી પાસે સાંજના સમયે પોતાના કબજા હેઠળની મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાવી દેતા મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા અને રોડ ઉપરથી પસાર થતા અજાણ્યા આઇસર જેવા વાહન ચાલકે પાછળના વ્હીલમાં તેઓના માથા નો ભાગ ચડાવી દેતા માથાના મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત નીપજાવી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માત સ્થળે મોડી સાંજે લોકટોળા એકત્ર થયા હતા અને 108 મારફતે મૃતકની લાશ ને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી સમગ્ર ઘટના અંગેની ફરિયાદ મૃતકના ભાઈ જનકભાઈ રાયસીંગભાઇ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ સિનિયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા શરૂ કરાઈ છે.






