GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર રાવતવાસ મા ઉતરાયણ પર્વ સમયે થયેલ રાવળ અને સેનમા વચ્ચે થયેલ તકરાર મા ઈજાગ્રસ્ત થયેલ સેનમા સમાજના યુવકનુ સારવાર દરમ્યાન મોત

વિજાપુર રાવતવાસ મા ઉતરાયણ પર્વ સમયે થયેલ રાવળ અને સેનમા વચ્ચે થયેલ તકરાર મા ઈજાગ્રસ્ત થયેલ સેનમા સમાજના યુવકનુ સારવાર દરમ્યાન મોત
બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સિવિલ હોસ્પીટલ દાખલ કરાયા હતા
એક યુવકના બંને પગો ફેક્ચર સાત સામે પોલીસ મથકે નોંધાઇ છે ફરીયાદ
હજુ આરોપીઓ ફરાર સમાજના લોકોની આરોપી ની ધરપકડ ની માંગ બાદ યુવકની વિધિ કરાઇ
વિજાપુર તા.
વિજાપુર શહેર આવેલ રાવત રહેતા સેનમા બાજુમાં આવેલ રાવળવાસ મા રહેતા રાવળ યુવકો વચ્ચે ગત ઉતરાયણ પર્વ સમયે પતંગ ચગાવવા બાબતે યુવકો વચ્ચે તકરાર થતા રાવળવાસ માંથી સાત જેટલા ઈસમો ભેગા મળીને પતંગ ચગાવતા સેનમા કુલદીપ ને ધાબા ઉપર થી ધક્કો મારતા નીચે પડી જતાં કાર્તિક સહિત પડી ગયેલ કુલદીપ ને ઉભો કરતા હતા. તે રાવળ વાસ માંથી આવેલા સાત ઈસમો ધોકાઓ લાકડીઓ લઈ આવી દેકારો કરી જાતિ વિષયક અપશબ્દો બોલી પથ્થર મારો કરી જાતિ વિષયક નગમે તેમ બોલી ઝગડો કરી કાર્તિક ભાઈ સુનીલ ભાઇ સેનમા સહિત માર મારી ઇજાઓ કરી હતી. જેમાં કાર્તિક ભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ અને બે ભાન અવસ્થા માં હોઈ અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ના બંને પગે ગંભીર ઈજાઓ ના કારણે હાલ પથારી વશ છે પોલીસ મથકે ઉતરાયણ પર્વ ના દિવસ થી સાત ઈસમો આકાશ કિરણ ભાઈ રાવળ તેમજ પ્રકાશ કિરણ ભાઈ રાવળ તેમજ અશોક બળદેવ ભાઈ રાવળ તેમજ પુનમ વિઠ્ઠલ ભાઈ રાવળ તેમજ વિજય ભાઈ વિઠ્ઠલ ભાઈ રાવળ તેમજ ચેતન અમરત ભાઈ રાવળ તેમજ વિશાલ રાવળ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે અઠવાડિયા સુધી કોઈ પણ આરોપી ની અટકાયત નહિ કરતા યુવકના મોત થયા બાદ સમાજ ના લોકો એ લાશ લેવા ના પાડતા પોલીસ સક્રિય બની હતી.છેવટે પોલીસે સમાજના આગેવાનો ને વચ્ચે રાખી ન્યાય મળશે તેવો દિલાસો આપતા યુવકની લાશને પોસ્ટમોર્ટમ કર્યા બાદ ઘેરે લાવી વિધિ કરી હતી. જોકે હાલમાં પોલીસ યુવકના મોત ને પગલે આરોપીઓ ને જડપી પાડવા ગ્રહો ગતિમાન કર્યા છે. કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસે રાવત વાસ અને રાવળ વાસ પાસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!