તા. ૨૩.૧૧.
૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના સીમલીયાખુર્દ ગામના યુવકને આ વખતની સરપંચની ચૂંટણીમાં તૂ કોને વોટ આપવાનો છે.તેમ કહી એકને માર મારતા સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લવાયો
દાહોદ તાલુકાના સીમલીયાખુર્દ ગામના ગામતળ લબાના ફળીયામાં રહેતા હાડા કાંતીભાઈ લુણાભાઈ જે કતવારા લચ્છેલી ચોકડી પર એમના ઘરે સીમલીયાખુર્દ ગામે જવા માટે પેસેન્જર રીક્ષાની રાહ જોઈ ઉભા હતા.તે દરમિયાન સીમલીયાખુર્દ ગામના રાયણ ફળીયામાં રહેતા લાલુભાઈ નસીયા ભાઈ અમલીયાર.કાંતીભાઈ લુણાભાઈ હાડા પાસે આવી કહેવા લાગેલ કે તૂ આ વખતે સરપંચની ચૂંટણીના કોને વોટ આપવાનો છે.ત્યારે કાંતીભાઈએ કહ્યું કે હું કોઈને પણ વોટ આપું મારી મરજી તૂ પૂછવા વાળો કોણ ત્યારે લાલુ ભાઈ ઉશ્કેરાઈ જઈ કાંતીભાઈને જેન તેમ માં બેન સમાણો ગાળો બોલી કાંતીભાઈને ગડદાપાટુનો માર મારતા તેઓને પેટના નીચેના ભાગે માર વાગી જતા તેઓ જમીન પર પડ્યા હતા.લાલુ ભાઈ કાંતીભાઈને જેમાં તેમ ગાળો બોલી માર મારતા જોઈ આસપાસના લોકો એકઠા થયા અને ઈજાગ્રસ્ત કાંતિભાઈને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવી પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે