BANASKANTHAGUJARATKANKREJ

શિહોરી ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ રેલી કાઢી ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કર્યા.

શિહોરી ખાતે આમ આદમી પાર્ટી ઝોન "૨" પાટણ લોકસભા અને બ. કાં.લોકસભા બેઠક સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકી,પાટણ લોકસભા ઉપાઘ્યક્ષ મુકેશભાઈ ઠક્કર,કાંકરેજ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રમેશ ઠાકોર,

શિહોરી ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ રેલી કાઢી ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કર્યા.

ગુજરાત ચૈતર વસાવાના સમર્થનમાં ઠેરઠેર આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા રેલીઓ કાઢી ચૈતર વસાવાને મુક્ત કરવાની માંગ કરાઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આમ આદમી પાર્ટી ઝોન “૨” પાટણ લોકસભા અને બ. કાં.લોકસભા બેઠક સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકી,પાટણ લોકસભા ઉપાઘ્યક્ષ મુકેશભાઈ ઠક્કર,કાંકરેજ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રમેશ ઠાકોર,ઓગડ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ જેઠુભા વાઘેલા, પ્રભારી દિનેશ ઠાકોર, કાંકરેજ વિધાનસભા સંગઠન મંત્રી વાલાજી ગગાજી ઠાકોર, પિન્ટુભા વાઘેલા, કાંકરેજ તાલુકા સંગઠન મંત્રી ભારતસિંહ જાદવ, ઓગડ કિસાન મોરચા નરેશભાઈ ચૌધરી,લીગલ સેલ ના અશ્વિનસિંહ સોલંકી, કાંકરેજ વિધાનસભા યુવા પ્રમુખ ભરતભાઈ ઠાકોર,કાંકરેજ તાલુકા કિસાન મોરચા વાલાજી ઉંદરીયાવાસ સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓe શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુ થી મેઈન બજાર શિહોરી બસ સ્ટેશન સુધી રેલી કાઢી સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.”ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી” “હાયારે ભાજપ હાય”, “ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”, જેવા નારા લગાવ્યા હતા.બે વર્ષ પહેલાં ખેડૂતના ઉભા પાકમાં સાધન દ્વારા નુકશાન કરવામાં આવ્યું હતું જેમાં ચૈતર વસાવાના મત વિસ્તારમાં આવી ઘટના બાદ ખેડૂતોએ ચૈતર વસાવાને જાણ કરી હતી ત્યારે ખેડૂતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે બોલાચાલી થયેલ જેમાં ચૈતર વસાવા ઉપર મારામારી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી.સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં ચૈતર વસાવા એમના પત્ની અને અન્ય સાત લોકો કુલ મળીને નવ લોકોને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે ત્યારે કાંકરેજ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થન રેલી યોજી હતી.આગામી દિવસોમાં પણ દરેક તાલુકા અને જિલ્લા સહિત નગર પાલિકાના વોર્ડમાં આ મામલે રેલીઓ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું પાટણ અને બ.કાં.જિલ્લા સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!