સુરેન્દ્રનગર નગરપાલિકા સામે આપના પ્રદેશ સંગઠન મંત્રી ઉપવાસ પર ઉતર્યા.
પાણીની સમસ્યાનો અંત લાવવા માટે આપ નેતા અમૃત મકવાણા ઉપવાસ પર ઉતર્યા.
તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં અનેક રજૂઆત કર્યા છતાં પાણીની સમસ્યાનો અંત આવતો નથી: અમૃત મકવાણા ‘આપ’
અનુસૂચિત જાતિ વિસ્તાર અને છેવાળાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો ખૂબ જ ભાવ છે: અમૃત મકવાણા ‘આપ’
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણા આજે ગાંધી જયંતી પર સુરેન્દ્રનગર પાલિકા સામે ઉપવાસ પર બેઠા હતા પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા અનેક સમયથી સુરેન્દ્રનગરમાં પાણીની ઘણી સમસ્યાઓના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક આગેવાનો અને લોકોને સાથે રાખીને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી રેલીઓ કરવામાં આવી હતી અરજીઓ આપવામાં આવી હતી અને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતાં તેમ છતાં પણ ભાજપ શાસિત નગરપાલિકા અને ભ્રષ્ટ તંત્ર હજુ સુધી લોકોને પાણી આપી શક્યું નથી માટે આખરે આજે હું એક દિવસના ઉપવાસ પર ઉતર્યો છું આ કાર્યક્રમમાં મારી સાથે સાથે મોટી સંખ્યામાં પ્રદેશના તથા સ્થાનિક હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પણ જોડાયા છે સાથે સાથે સુરેન્દ્રનગરના અનુસૂચિત જાતિ વિસ્તાર અને છેવાળાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો પણ ખૂબ જ અભાવ છે આ મુદ્દે પણ અનેક રજૂઆતો કરવામાં આવી પરંતુ બહેરુ તંત્ર લોકોની વાત સાંભળતું નથી સુરેન્દ્રનગર શહેરના લોકો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ વિસ્તારના અને છેવાડાના લોકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી માટે આજે આયોજિત ઉપવાસમાં આ વિસ્તારમાં પણ પાણીની અને પ્રાથમિક સુવિધાઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેની પણ માંગણી કરવામાં આવી હતી.