GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
અજાણી પર પ્રાંતિય મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ ટીમ પાદરા.
તારીખ ૨૭/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ એક ત્રાહિત વ્યક્તિ એ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન માં કૉલ કરેલ કે પાદરા પાસે એક અજાણી મહિલા કેટલાક દિવસ થી ફર્યા કરે છે જેઓ ને મદદ પહોચાડવા અનુરોધ કરતાં પાદરા રેસ્ક્યું વાન સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતાં જે પર પ્રાંતિય હોવાનું જણાયું હતું જેથી તેઓને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે.મળતી માહીતી મુજ્બ પર પર પ્રાંતિય મહિલા ને હિન્દી કે બીજી કોઇ ભાષા આવડતી ના હૉય ફ્કત કર્ણાટક ની ભાષા બોલતા હતા જેથી તેઓ ને સમજવામાં અને વાતચીત કરવામાં ઘણી મહેનત કરવી પડી હતી. તેઓ સાથે ની વાતચીત અને ઈશારા થી જાણી શકાયું હતું કે તેઓ કોઇ કારણસર ઘણા દિવસો થી ઘરે થી નીકળી ગયેલા છે તેઓ ખૂબ થાકેલા જણાતા હતા તેઓ ના વિષે કોઇ માહીતી મળે અને સુરક્ષિત આશ્રય માટે ઓ.એસ.સી. માં રાખવામાં આવેલ છે.