BHACHAUGUJARATKUTCH

આડેસર સેજા કક્ષાના પોષણ ઉત્સવમાં ૧૫૦ જેટલી વાનગીઓ સ્પર્ધામાં રજૂ કરાઇ.

કિશોરી અને બાળકની માતા દ્વારા ટેક હોમ રાશન(THR)ના ઉપયોગથી થયેલા ફાયદા વિશેની સાફલ્ય ગાથા રજૂ કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ

ભચાઉ,તા-૧૦ જાન્યુઆરી : આડેસર સેજાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ રાજ્યોની વાનગી THR, મોરિંગા અને મિલેટ્સના ઉપયોગથી અંદાજિત ૧૫૦ જેટલી વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સીડીપીઓશ્રી કે. એ. પ્રજાપતિ દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી અને THR, મોરિંગા અને મિલેટ્સ વિશે સમજણ આપવામાં આવી હતી. કિશોરી અને બાળકની માતા દ્વારા THR ના ઉપયોગથી થયેલા ફાયદા વિશેની સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી હતી. વાનગીના પૌષ્ટિક તત્ત્વોને ધ્યાનમાં રાખીને મિલેટ્સ અને THR વાનગી બનાવનાર પ્રથમ ૩ વિજેતાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આડેસરના સરપંચશ્રી ભગાભાઈ આહિર તથા આડેસર માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ તેમજ આરોગ્ય કર્મચારી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન અને મુખ્ય સેવિકા દક્ષાબેન રથવીના સંકલનથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!