તા.૨૭.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદથી પગપાળા અંબાજી દર્શને જતા દાહોદ શહેરના બે યુવકોના માલપુર ના જીતપૂર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મોત
ગઈ તારીખ 22 ઓગસ્ટ ના રોજ દાહોદ શહેરના દર્પણ રોડ વિસ્તારનું જય અંબે ગ્રુપના સભ્યો છેલ્લા 21 વર્ષથી અંબાજી પગપાળા જતા હોય છે.જેમાં આં વર્ષ પણ જય અંબે ગ્રુપના 150 થી 200 જેટલાં યુવાનો 202 અને 151 ફિટ લાંબી ધજા લઈ હર્ષો ઉલ્લાસ અને ધુમધામથી દાહોદ શહેરથી અંબાજી પગપાળા જવા નીકળ્યા હતા.જેમાં માલપૂર ના જીતપુર નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દાહોદ શહેરના દર્પણ રોડ થી અંબાજી જવા નીકળેલ સુરેશ વાસના ડામોર ઉમર 42..દિનેશ રાઠોડ સીસોદીયા અને સંજય નિનામા ને અડફેટે લેતા તેમાંથી બે ના ઘટના સ્થળેજ મોત નીપજ્યા હતા અને એકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અને અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી પોતાનું વાહન લઈ ફરાર થયો હતો.અકસ્માત ની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગંભીર રીતે ઈજાગ્રસ્ત સંજય નિનામાં ને સારવાર અર્થે ખસેડી અને અકસ્માતમાં મૃત્યુ પામેલ બે યુવકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત કરી ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોડ હાથ ધરી છે.અકસ્માતની જાણ પરિવાર જનોને થતા પરિવાર જનોમાં શોકનું માતમ ફરી વળ્યું છે.