BHARUCHGUJARAT

ભયંકર અકસ્માત સાતને ભરખી ગયો:શુકલતીર્થ યાત્રાએ જતી ઇકો જબુંસર નજીક​​​​​​​ ટ્રકમાં ઘૂસી ગઇ, સાતના મોત, ત્રણ ગંભીર

સમીર પટેલ, ભરૂચ

 

જબુંસર નગરના લોકો શુકલતીર્થ જાત્રાએ જતા સમયે મંગણાદ નજીક હાઈવે ઉભેલી ટ્રકની પાછળ ઈકોવાન ધડાકા ભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બાળકો,મહિલા અને પુરૂષો સહિત 10 લોકોમાંથી 6 લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે ચાર લોકો ગંભીર હાલતમાં પહેલા જબુંસર અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બધું એક મહિલાનું મોત નીપજ્યું હતું.જેથી મૃત્યુ આંક સાત પર પહોંચ્યો છે. તો આમોદના માતર એક્સપ્રેસ વે પર અકસ્માતનો એક બીજો પણ બનાવ બન્યો છે. પરિવાર કચ્છથી મુંબઇ જતો હતો ત્યારે ચાલકને ઝોકુ આવતાં કાર અન્ય કાર સાથે ભટકાઇ હતી. જેમા્ એક મહિલા અને એક પુરુષનું મોત થયું છે. જ્યારે બેથી વધુ લોકોની ઇજાઓ પહોંચી છે.
જબુંસર તાલુકાના વેડચ,પાંચકડા અને ટંકારી બંદરના સગા સંબંધીઓએ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે જાત્રા અને મેળામાં જવાનું નક્કી કર્યું હતું.તેઓ કુલ 10 લોકો ગતરોજ રાત્રીના ઇક્કોકાર લઈને ભરૂચ તરફ જવા નીકળ્યા હતા.તેઓ જબુંસર-આમોદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા તે સમયે તેઓને મંગણાદ નજીક હાઈવે પર એક ટ્રક ચાલકની ટ્રકનું પંચર પડ્યું હોય તેઓ ગાડીને ઉભી રાખી ટાયર બદલતા હતા.તે સમયે જબુંસરના લોકોની ઇક્કોકાર ધડાકાભેર ઉભેલી ટ્રકના પાછળ ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર લોકોની ચીસોથી આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.જોકે અકસ્માત એટલો ભયાનક હતો.કે,જેમાં કારમાં સવાર લોકો ઇક્કોકારમાં ફસાઈ ગયા હતાં.
અકસ્માતની જાણ થતા જ જબુંસરના પીઆઈ એ.વી. પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી સ્થાનિકોની સાથે રાહત કામગીરી હાથ ધરી હતી. જેમાં કારમાં ફસાયેલા લોકોને કારને પરાઈ વડે અને પતરા ચીરીને લોકોને બહાર કાઢ્યા હતા.જેમાં પાંચ લોકોના તો સ્થળ પર જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.ઘટનાની જાણ થતા ધારાસભ્ય ડી.કે.સ્વામી અને ડીવાયએસપી પી.એન. ચૌધરી પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. હોસ્પિટલમાં સારવારમાં એક અન્ય વ્યક્તિનું મોત થતા મૃત્યુઆંક 06 પર પહોંચ્યો હતો. જોકે અન્ય વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય વડોદરા હોસ્પિટલમાં રીફર કરાયા હતાં.જેમાં પણ એક મહિલાનું મોત થતાં કુલ 07 લોકો મોતને ભેટ્યા છે.આ મામલે જબુંસર પોલીસે ત્રણ મહિલા,બે પુરૂષ અને બે બાળકોના મોત અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.જબુંસર નગરમાં એક જ સાથે સાત લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે.

અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના નામની યાદી
કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે,અલાદાર તા. વાગરા
સપનાબેન જયદેવ ગોહિલ
જયદેવ ગોવિંદભાઇ ગોહિલ બંને રહે,પાચકડા
હંસા અરવિંદ જાદવ રહે વેડચ
સંધ્યા અરવિંદ જાદવ રહે, વેડચ
વિવેકકુમાર ગણપત પરમાર રહે ટંકારી બંદર
મિતલ ગણપતભાઇ, રહે ટંકારી બંદર

અકસ્માતમાં ઈજાગ્રસ્ત
નીધી ગણપત રહે,ટંકારી બંદર
ગણપત રમેશભાઈ રહે, ટંકારી બંદર
અરવિંદ રયજીભાઈ રહે વેડચ

Back to top button
error: Content is protected !!