ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : કુણોલ ગામે આવેલ પૌરાણિક ખારી વાવ ખંડેર હાલત માં, ઇસ.1784 માં બારોટના ચોપડે નોંધાયેલ પુરાવા મુજબ કંકાવટી નગરીમાંથી કુણોલ ગામ નામ પડ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : કુણોલ ગામે આવેલ પૌરાણિક ખારી વાવ ખંડેર હાલત માં, ઇસ.1784 માં બારોટના ચોપડે નોંધાયેલ પુરાવા મુજબ કંકાવટી નગરીમાંથી કુણોલ ગામ નામ પડ્યું

અરવલ્લી જિલ્લામાં આમ ગણી બધી પૌરાણિક વાવો આવેલી છે જ્યાં કેટલાક અંશે તેની જારવણી થાય છે કાંતો નથી થતી હાલ બે દિવસ પહેલા મોડાસા સહિયોગ ચોકડી વિસ્તારમાં ખલીકપુર વિસ્તારમાં પ્રાચીન વાવને બિલ્ડર દ્વારા પુરી દેવાના આક્ષેપો સાથે ક્યાંક આસ્થા ને ચોટ પોહચાડી હોય તેવું લાગી રહ્યું છે અને પ્રાચીન વાવો જે હવે એક પછી એક સામે આવી છે જેની જાળવણી પણ થતી નથી અને ખંડેળ હાલતમાં જોવા મળી રહી છે તેવી જ એક વાવની વાત છે જે કોઈ જાણતું પણ નહિ હોય

વાત છે મેઘરજ તાલુકામાં કુણોલ ગામમાં આવેલ પ્રાચીન ખારી વાવની જ્યાં આજે પણ આ વાવ ખંડેળ હાલતમાં જોવા મળી રહી છે જ્યાં. વાવના અસ્તિત્વ વિશે ની વાત જણાવતા ગામના નાગરિકો એ જણાવ્યું હતું કે આ વાવનો ઉલ્લેખ બારોટના ચોપડે નોંધાયેલ મુજબ ઇસ 1784 ના સમયે નોંધાયેલ મુજબ એ વખતે 1784 માં જ્યાં વાવ આવેલ છે ત્યાં કંકાવટી નગરી હતી એ વખેતે નાગર ભ્રહ્મણ ની વસ્તી હતી કંકાવટી નગરી પરથી કુણોલ ગામ નામ પડ્યું હતું અને આ વાવ પણ નાગરો એ બનાવી હતી અને વાવ પાસે અતિ પ્રાચીન સ્વયંભુ હનુમાનજીની મૂર્તિ આવેલ છે. બીજી તરફ વાવની એક દંત કથા પણ છે જ્યાં બારોટના ચોપડે નોંધાયેલ તેમજ ગામના વડીલો ના જણાવ્યા મુજબ અહીં કુણોલ ગામમાં નાગરોના ઘરે પરણવા માટે જાન આવી હતી અને એ સમયે બાદશાહઓ ની ફોજ આવેલી અને જાન પર ચડાઈ કરતા પોતાની જાન બચાવવા વાવ તરફ ભાગેલ અને ત્યાં સવાસો સ્ત્રીઓ વાવમાં પડતું મુકેલ જેમાં વર કન્યા વાવ પાસે આવેલ વડના ઝાડ ઉપર ચડી ગયેલ હતા ત્યાં બાદશાહ આવી પોહ્ચ્યા પરંતુ જે વડ પર ચડી ગયેલ વર કન્યા તે વડ પર કાંટા ઉંગી નીકર્યા હતા તે જોઈ બાદશાહ ત્યાં થી ભાગી ગયો અને વર કન્યા એ પોતના જીવ બચાવ્યા હતા તેવી એક દંત કથા પણ છે હવે હકીકત શું છે એ જાણી શકાયું નથી પરંતુ વાસ્તવામાં જે રીતે બારોટ ના ચોપડે નોંધાયેલ વાવ અંગેની માહિતી અને ગ્રામજનો દ્વારા જાણવા મળતા અહીં વાવ હોવાના પુરાવા પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર નોંધ લઇ જગ્યાનું પરીક્ષણ કરી વાવ અંગેની જરૂરી માહિથી એકઠી કરી આગળ વાવના સમારકામ માટે કંઈક વિચારે તેવું ગામ લોકો ઇચ્છી રહ્યા છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button