
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુર – ગ્રામ્ય વિસ્તારમાં બિસ્કિટ લેવા પહોંચેલ 8 વર્ષિય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો –
માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી એક દુકાને બિસ્કીટ લેવા પહોંચી હતી ત્યારે દુકાનદારે બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઇ આરોપી સામે ગુનો નોંધાયો છે પોલીસે ગણતરી ના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે આરોપીને સાથે રાખી ઘટના નું રિકન્ટ્રેકશન કરવામાં આવ્યું
માલપુર તાલુકાના એક ગામમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં બાળકી ઘરેથી આશરે 500 મીટર દૂર આવેલ દુકાને બિસ્કિટ લેવા ગઈ હતી ત્યારે દુકાનદાર દ્વારા તેને નજીકના ડુંગર તરફ લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકી ડુંગર તરફ લઈ જવાયા બાદ આરોપીએ તેના કપડાં ઉતારી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાળકી સાથે મારામારી કરી શરીર પર બચકા ભર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીની બૂમાબૂમ અને ચીસો સાંભળીને તેની માતા ઘટનાસ્થળે દોડી આવી હતી. માતાને આવતી જોઈ આરોપી અર્ધનગ્ન હાલતમાં ત્યાંથી ભાગી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.બાળકી ઘરે પરત આવ્યા બાદ તેણે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા માલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદના આધારે પોલીસે વાંકાનેડા ગામના નાનાભાઈ રમણભાઈ ખાંટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.સમગ્ર ઘટનાનું આરોપીને સાથે રાખી ઘટના નું રિકન્ટ્રેકશન કરવામાં આવ્યું .પરિવારજનોના જણાવ્યા મુજબ, આરોપી અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં જેલમાં જઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.ઘટનાને પગલે ગામમાં ચકચાર ફેલાઈ છે





