
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુંદરા કચ્છ.
મુંદરા,તા,-16 સપ્ટેમ્બર 2024, મુંદરા અદાણી ફાઉન્ડેશનપર્યાવરણ જતનના સહિતના સમાજોપયોગી કાર્યોમાં સતત અગ્રેસર છે. મુંદરા નજીકના પીપરી અને નાની ખાખર ગામે ‘અદાણી વન’નું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.જેમાં વૃક્ષારોપણ થકી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપતા 12૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી ‘અદાણીવન’ ઉભુ કરવામાં આવશે. ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેનાવરદહસ્તે ખાતમુહૂર્ત બાદવૃક્ષમિત્રોને ₹.10,000ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.મુંદરા ની આસપાસના વિસ્તારમાં હરિયાળી ફેલાવી લીલોછમ બનાવવા અદાણી ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે.‘અદાણી વન’ના ખાતમુહર્ત સાથેતેમાંડ્રીપ ઇરીગેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્રણ વર્ષમાં શુષ્ક વિસ્તારમાં વૃક્ષોની માવજત કરીહરિયાળી પાથરવા એડીચોટીનું જોર લગાવવામાં આવશે. આ ભગીરથ કાર્યમાંસહભાગી બની તેને સફળ બનાવવા સરપંચ સહિત સર્વ ગામ લોકોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો.કાર્યક્રમના મુખ્ય અતિથી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ અદાણી ફાઉન્ડેશનની સફળ કામગીરીને બિરદાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે, મુંદ્રા પેટ્રોકેમ લીમીટેડના સહયોગથી નાની ખાખર ખાતે 1૦,૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ પ્રવૃતિ “એક વૃક્ષ માઁ કે નામ” અંતર્ગત કરવામાં આવી હતી. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશનને વૃક્ષારોપણની અદભૂત કામગીરી બદલ ગુજરાત સરકાર દ્વારા “વનપંડિત” પુરસ્કારથી નવાજવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાને ₹.5૦,૦૦૦ રૂપિયા સહિત પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. અદાણી ફાઉન્ડેશને વૃક્ષોના ઉછેર અને જતનમાંમહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પાંચ વૃક્ષમિત્રોનેપુસ્કારરૂપે તે રકમ એનાયત કરી હતી.વૃક્ષમિત્રોમાંપ્રતાપપરના કિશન કે ગઢવી, ગોરબાઈ બેન લખમણ ગઢવી, દેસલપરના દિલુભા જાડેજા, નાના કપાયાના કરશનભાઈ મહેશ્વરી, તેમજ મોટી ખાખરના હરજીભાઈ ગઢવીનો સમાવેશ થાય છે.તમામ વૃક્ષમિત્રોને ધારાસભ્ય અનિરુદ્ધભાઈના હસ્તે પુરસ્કાર રૂપે ચેક આપવામાં આવ્યા હતા.અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિબેન અદાણી વૃક્ષારોપણ સહિતનીસમાજોપયોગી પ્રવૃત્તિઓમાં ઉંડો રસ દાખવે છે. તેમના માર્ગદર્શન અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિચારોના પરિણામે અદાણી ફાઉન્ડેશન સમાજમાં હકારાત્મક બદલાવ લાવવાની દિશામાં સતત કાર્યરત છે.





