BANASKANTHAGUJARATPALANPUR

સાંસદ ખેલમહોત્સવ અંતર્ગત કબડ્ડી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગરની ટીમ ચેમ્પિયન.

29 ડિસેમ્બર જીતીશ જોશી પાલનપુર બનાસકાંઠા

તા-12 અને 13/12/2025 ના રોજ આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે સાંસદ ખેલમહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આદર્શ વિદ્યાલય, વિસનગરના ભાઈઓ અને બહેનોની બંને ટીમ સમગ્ર જિલ્લામાં ચેમ્પિયન બની હતી. જેના ઉપક્રમે તા-25/12/2025 ના રોજ જિલ્લા કક્ષાએ યોજાયેલ ઈનામ વિતરણ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના સાસંદ શ્રી હરિભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બંને ટીમોને ટ્રોફી, મેડલ તથા ટ્રેકશૂટ અર્પણ કરી ખેલાડીઓને બિરદાવ્યા હતા.

આમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની આદર્શ વિદ્યાલય, વિસનગરનું નામ રોશન કરવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને હોદ્દેદારશ્રીઓએ તથા શાળાના આચાર્યશ્રી અને સ્ટાફમિત્રોએ વ્યાયામ શિક્ષકશ્રી રમેશભાઈ ચૌધરી અને ભાવેશભાઈ ચૌધરી તથા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!