BHACHAUGUJARATKUTCH

શિકારપુર ગામે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૧૩ ફેબ્રુઆરી : સી.ડી.એચ.ઓ. ડૉ.મિતેષ ભંડેરી સર, આર.સી.એચ.ઓ ડૉ.દિનેશ પટેલ સર તેમજ ટી.એચ.ઓ ડૉ નારાયણ સિંહ સર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના મેડિકલ ઓફિસર ડો. રોહિત ભીલ સર ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્યમંદિર શિકારપુર 2 વિસ્તારની શ્રી સુરજબારી પ્રાથમિક શાળા કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં પોષણ, માનસિક રોગો, બિનચેપી રોગો, સ્વચ્છતા અને જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. એનિમિયા રોગ થવા ના કારણો, લક્ષણો અને અટકાવવા તેમજ હીમોગ્લોબીનની માત્રા વધારવા માટે માહિતી આપવામાં આવી. સોશિયલ મીડિયા ઉપયોગ ના ફાયદા અને ગેરફાયદા સ્ક્રીન ટાઈમ, Gaming’s ઉપરાંત મોબાઈલ ફોન અને ટીવી ના વધારે પડતાં ઉપયોગ ના કારણે ઉત્પન્ન થતા માનસિક રોગો તેમજ બેઠાડું જીવનશૈલી ના કારણે થતા બિન ચેપી રોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.  આ ઉપરાંત કૃમિ વિશે માર્ગદર્શન આપીને કૃમિ નશાક ગોળી ખવડાવવામાં આવી. જેમાં, કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેન પાતર,સી.એચ.ઓ. કીર્તન પટેલ, એમ.પી.એચ.ડબલ્યૂ. જતીન ભરડા, અને શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહેલ.

Back to top button
error: Content is protected !!