BHUJGUJARATKUTCH

ભુજમાં ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે નાગરિકોની સુરક્ષા માટે જળાશય, નાળા સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત.

મોટા બંધ, હમીરસર તળાવ સહિતનો નજારો માણતા ભુજ વાસી ઓ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૮ સપ્ટેમ્બર  : ભુજમાં બે દિવસથી વરસતા વરસાદ વચ્ચે શહેરના હ્યદય સમાન હમીરસર તળાવમાં ફરી નવા નીરની આવક થઇ છે. બીજીતરફ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેલા મોટો બંધને જોવા પણ લોકો બહાર નીકળી રહ્યા છે. ત્યારે નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.ભુજમાં આજરોજ ધીમી ધારે સતત વરસી રહેલા વરસાદના પગલે લોકો વરસાદને મહાલવા મોટાબંધ, હમીરસર તળાવ તથા તેના ઓગન સહિતના સ્થળે કુદરતનો નજારો માણતા જોવા મળી રહ્યા છે. તે વચ્ચે કોઇપણ અઘટિત ઘટના ન બને તે માટે જિ્લ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ચુસ્ત પગલા ભરવામાં આવી રહ્યા છે. હાલ તમામ પાણીના સ્ત્રોતો નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. બીજીતરફ ફાયર ફાઇટર, પીજીવીસીએલ, એનડીઆરએફ સહિત વિવિધ ટીમોને પણ શહેરની સુરક્ષા માટે ખડેપગે મુકવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!