GUJARATKUTCHMANDAVI

કકરવા મધ્યે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા૧૯ નવેમ્બર : સી.ડી.એચ.ઓ. ડૉ.મિતેષ ભંડેરી સર, આર.સી.એચ.ઓ ડૉ.દિનેશ પટેલ સર તેમજ ટી.એચ.ઓ ડૉ.નારાયણ સિંઘ સર ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ના કકરવા ની કકરવા પ્રાથમિક શાળા ખાતે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં પોષણ, આરોગ્ય જાળવણી, વ્યસન અટકાવ અને વાહકજન્ય રોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.પોષકતત્વો જેવાકે પ્રોટીન, કાર્બોહાઈટ્રેડ, ચરબી, વિટામિન્સ અને ખનિજ તત્વોયુક્ત પોષ્ટિક આહાર લેવા, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા, વિકલી આયર્ન ફોલિક એસિડ ગોળી લેવા અને એનિમિયા રોગ અટકાવવા અને હીમોગ્લોબીનની યોગ્ય માત્રા જાળવવા માટે સમતોલ આહારનું મહત્ત્વ સમજાવ્યું. જુદાં જુદાં કેફી પદાર્થોના વ્યસનની શારીરિક, માનસિક અને શૈક્ષણિક અસરો તેમજ વ્યસન અટકાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.આ ઉપરાંત આરોગ્યની જાળવણી અને જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં કિશોરી ઓનું વજન ,ઊંચાઈ તેમજ એચ.બી. કરવા માં આવ્યું. સારું એચ.બી ધરાવતી કિશોરી ને પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યું.મેડિકલ ઓફિસર દ્વારા દરેક કિશોરી ની તપાસ કરવા માં આવી.આ દિવસની ઉજવણી દરમ્યાન મનફરા મેડિકલ ઓફિસર ડો. વિભૂતિ કોટડીયા ,પી.એચ.સી સુપરવાઈઝર મીનાબેન સોલંકી,કિશોર સ્વાસ્થ્ય સલાહકાર દિશા સુથાર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ઋતાબેન, એમ.પી.એચ.ડબલ્યુ રઘુભાઈ, શાળા ના પ્રિન્સીપાલ,શિક્ષકો તેમજ કિશોરીઓ હાજર રહી.

Back to top button
error: Content is protected !!