અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 ની પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફર્યા પછી યુવક થયો ગુમ, ઘટનાના 6 દિવસ બાદ પણ લાપતા યુવક, ઇસરી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
અરવલ્લી જિલ્લામાં નાની ઉંમરના બાળકો લાપતા થવાના બનાવોમાં વધારો થયો જેમાં મળતી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના ઢૂંઢેરા ગામનો ૧૫ વર્ષનો છોકરો ધોરણ ૧૦ ની પરીક્ષા આપી આપી રહ્યો હતો જ્યાં 7 તારીખના રોજ રેલ્લાંવાડા સેન્ટર ખાતે પેપર પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફર્યો હતો.ઘરે પરત આવ્યાં બાદ વિધાર્થી અચાનક ગુમ થયો હતો જેમાં મળતી માહિતી અનુસાર માતા પિતા રેલ્લાંવાડા બેંકમાં કામ અર્થે આવ્યાં બાદ ઘરે પરત જતાં દિકરો ગુમ થયાની જાણ થતાં સગા સબંધીઓમાં શોધખોળ બાદ પરિવારે ઈસરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી પુત્રને શોધી આપવા પિતાએ ગુહાર લગાવી હતી પિતા દામા નારણભાઇ થાનાભાઈ નો સૌથી નાનો દીકરો કરણભાઈ ગુમ થઈ જતાં પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે ઘટના 6 દિવસ પછી પણ યુવક હજુ લાપતા છે