GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં તા.૧૧ મીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ સરપંચના ૧૮૩ અને ૬૮૪ સભ્યના ફોર્મ માન્ય રખાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારીઃતા.૧૧ રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી કાર્યક્રમ મુજબ નવસારી જીલ્લાની 56 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫  રોજ નિયત કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીમાં તા.૦૯/૦૬/૨૦૨૫ ના રોજ સુધીમાં સરપંચ ઉમેદવારો માટે કુલ- 184 તેમજ સભ્ય માટે કુલ-700જેટલા ફોર્મ ભરાયાં છે. જેમની ઉમેદવારી ફોર્મ ની ચકાસણી 10જૂન ના રોજ કરાતા 183 સરપંચના ફોર્મ તથા 684 સભ્યના ફોર્મ માન્ય થયેલ છે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  તરફથી મળેલ માહિતીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!