DEDIAPADAGUJARAT

ચિકદા ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત ‘કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ની ઉજવણી કરાઇ,

ભરૂચના સાંસદ મનસુખ વસાવા તથા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ચિકદા તાલુકાના ભરાડા (રેલ્વા) ખાતે ઉજવણી કરવામાં આવી,

ચિકદા ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત ‘કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ની ઉજવણી કરાઇ,

વાત્સલ્તમ સમાચાર

જેસિંગ વસાવા : દેડિયાપાડા

ભરૂચના સાંસદ મનસુખ વસાવા તથા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ચિકદા તાલુકાના ભરાડા (રેલ્વા) ખાતે ઉજવણી કરવામાં આવી,

 

વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત’ કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજનના ભાગરૂપે ચિકદા તાલુકાના ભરાડા (રેલ્વા) ગામની પ્રાથમિક શાળાના મેદાન ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

આ વેળાએ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, નવા તાલુકા તરીકે ચિકદા વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યો છે. ખેડૂતભાઈઓએ પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ઉર્વરતા જાળવી રાખવી જોઈએ અને પશુપાલન તથા કૃષિ યોજનાઓનો લાભ ખાસ લેવો જોઈએ.

 

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક ખેડૂતોને લોકોને ભરપૂર પાણી મળે રહે તેના માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાંસદએ ગ્રામજનોને “સ્વદેશી વસ્તુઓના ઉપયોગ” માટે પ્રેરિત કરતા જણાવ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતોની આવક અને સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે, જે રાષ્ટ્રના આર્થિક અને પર્યાવરણીય વિકાસમાં મહત્વનું યોગદાન બની રહેશે.

 

આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જેવા કે, ખેતીવાડી શાખા, પશુપાલન, આત્મા પ્રોજેક્ટ, આરોગ્ય વિભાગ, કૃષિ યુનિવર્સિટી તથા જી.જી.આર.સી. દ્વારા માહિતીપ્રદ સ્ટોલનું નિદર્શન રાખવામાં આવ્યુ હતું. આત્મા પ્રોજેક્ટ મારફતે પ્રાકૃતિક ખેતીના લાભાર્થીઓને પશુઓના ચારા માટેનું બિયારણ અને પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા.

 

કાર્યક્રમ દરમિયાન માજી જિલ્લા પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ખાનસિંગભાઈ, ગ્રુપ પંચાયત ભરાડાના સરપંચ રજનીબેન વસાવા, દેડિયાપાડા પ્રાંત અધિકારી જુહી પાંડે, આસી. ડાયરેક્ટર ખેતીવાડી નર્મદા ડૉ. કે.એસ. રાઠવા, નાયબ પશુપાલન નિયામક બી.વાય. પંચોલી, ડેપ્યુટી પ્રોજેક્ટ આત્મા પ્રોજેક્ટ અધિકારીઓ, તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

હતા.

 

Back to top button
error: Content is protected !!