વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તા.૧૧ એપ્રિલ:વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્રમાં જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ નવા નિમણૂક પામેલા કૃષિ સખી અને સીઆરપીની મીટીંગ યોજાઈ હતી, જેમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી એન પટેલ દ્વારા નેચરલ ફાર્મિંગ મિશનમાં કરવાની થતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મિટિંગમાં ઉમરગામ તાલુકા અને વાપી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.